Webdunia News
 
  મુખ્ય સમાચાર
  આંતરરાષ્ટ્રીય
  રાષ્ટ્રીય
  વ્યાપાર
  રમત
  મનોરંજન
  અન્ય
 મુખ્ય સમાચાર
સાંસદ આદિત્યાચાર્યનાં કાફલા પર હુમલો, 1નું મોત
વેબદુનિયા5 કલાક પહેલા
ઉત્તર પ્રદેશનાં આઝમગઢ જિલ્લામાં રવિવારે ભાજપનાં ગોરખપુરથી સાંસદ અને હિન્દુ યુવા વાહિનીનાં અધ્યક્ષ યોગી આદિત્યનાથનાં કાફલા પર એક ભીડે પથ્થરમારો કર્યો હતો અને ગોળીઓ ચલાવી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ત્રણ નાગરિકો ઘાયલ થયાં હતાં.આ અંગે પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ સાંસદ યોગી આદિત્યાચાર્ય ડીએવી ઈન્ટર કોલેજમાં આયોજીત આતંકવાદ વિરોધી પરિસંવાદમાં ભાગ લેવા આવ્યા હતાં. બપોરે તે તેમનાં કાફલા સાથે પાછા ફરી રહ્યાં હતાં. ત્યારે આઝમગઢનાં લઘુમતી વસ્તી ધરાવતાં વિસ્તારમાંથી તેઓ પસાર થઈ રહ્યાં હતાં.
ડોલરની સરખામણીમાં રૂપિયામાં સુધાર
ગુજરાતી યાહૂ6 કલાક પહેલા
ક્રુડ ઓઈલના ભાવમાં તેજી અને શેર બજારમાં મજબુતીના વલણ વચ્ચે નિકાસકારોની તાજી ડોલર સપાટીથી આંરંભિક વ્યપાર દરમિયાનઆન્તર બેંક વિદેશી મુદ્રા બજારના સક્રિય વ્યાપાર દરમિયાન રૂપિયો 44.35-36 રૂપિયા પ્રતિ ડોલરે ખુલ્યો અને વ્યાપાર દરમિયાન 44.23 -25 રૂપિયા પ્રતિ ડોલર સુધી મજબુત થયો. શુક્રવારે તે 44.64-65 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.બજાર સૂત્રોએ જાણકારી આપી છે કે, શેર બજારમાં ભારે વૃદ્ધિ વચ્ચે રૂપિયો ઘણો મજબુત ખુલ્યો.- આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન-...
ભારત સીમા પર વધુ 500 ચોકી બનાવશે
વેબદુનિયા5 કલાક પહેલા
કેન્દ્રનાં ગૃહમંત્રાલયે દેશની સીમાની સુરક્ષા વધારવા માટે વધુ 500 સીમા ચોકીઓ ઉભી કરવાનો નિર્ણય કર્યો છે. આ ચોકીઓ પર રૂ.1800 કરોડનો ખર્ચ આવશે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 509 વધારાની ચોકી ઉભી કરવા પાછળનું કારણ 4097 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ સરહદ અને 3323 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન સીમા પર બે ચોકીઓ વચ્ચેનું અંતર ઓછું કરવાનું છે. જેમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર 383 ચોકીઓ ઉભી કરવામાં આવશે.જ્યારે બાકીની ચોકી પાકિસ્તાનની સીમા પર લાગશે.હાલમાં ભારત-બાંગ્લાદેશ સીમા પર 802 અને ભારત-બાંગ્લાદેશ સીમા...
 આંતરરાષ્ટ્રીય
થાઈલેન્ડનાં પ્રધાનમંત્રીને કોર્ટમાં રજુ કરાયા
વેબદુનિયા3 કલાક પહેલા
મુસીબતમાં ફસાયેલા થાઈલેન્ડનાં પ્રધાનમંત્રી સામે સંવિધાનનું ઉલ્લંઘન કરવાના આરોપસર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતાં. તેમની ઉપર આરોપ છે કે તેમણે પ્રધાનમંત્રી હોવાની સાથે રસોઈ શોમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી સમક સુંદરાવેઝને કોર્ટ દોષી જાહેર કરે તો તેમણે તેમના પદથી રાજીનામુ આપવું પડશે. તેને કારણે પહેલાંથી જ મુસીબતમાં ફસાયેલા સુંદરાવેઝની મુશ્કેલી વધી ગઈ છે.સાત મહિનાં પહેલાં સત્તાનાં સુત્રો સંભાળનાર સુંદરાવેઝ ટેસ્ટીંગ એન્ડ કમ્પ્લેનિંગ નામના ટીવી કુકીંગ શોમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ બાદ કેટલાંક સાંસદોએ...
એનએસજીની છૂટ છતાં ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ નહીં આપે
સંદેશ8 કલાક પહેલા
મેલબોર્ન : તા. 8 એનએસજીમાં ભારત માટે પરમાણુ વ્યાપારમાં છૂટનું સ્વાગત કરવા છતા ઓસ્ટ્રેલિયાની સરકાર ભારતને ત્યા સુધી યુરેનિયમ નહીં વેચે જ્યા સુધી તે પરમાણુ અપ્રસાર સંધિ (એનપીટી) પર સહી નહીં કરે.ઓસ્ટ્રેલિયાનાં એક અખબારમાં ઓસ્ટ્રેલિયાનાં વ્યાપાર મંત્રી સિમોન ક્રિએનનાં હવાલેથી કહેવામાં આવ્યુ છે કે અમે માત્ર એ દેશોને યુરેનિયમ આપીશુ જેમણે એનપીટી પર સહી કરી છે. ભારત જ્યા સુધી પરમાણુ અપ્રસાર સંધિમાં સામેલ નહીં થાય ત્યા સુધી ઓસ્ટ્રેલિયા તેને યુરેનિયમ નહીં આપે.જો કે ક્રિએને કહ્યું હતું કે વૈશ્વિક સુરક્ષાની...
સંરક્ષણ મંત્રી પહોંચ્યા અમેરિકા
વેબદુનિયા5 કલાક પહેલા
સંરક્ષણ મંત્રી એ.કે.એન્ટની ચાર દિવસની સરકારી પ્રવાસે આજે અમેરિકા પહોંચ્યા છે. આ યાત્રા દરમિયાન તેઓ અમેરિકાન તંત્રના કેટલાય સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરવાના છે.એન્ટનીની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ ગયું છે. એન્ટની આવતી કાલે સવારે રોબર્ટ ગેટ્સને મળનાર છે. ગેટ્સની સાથે વાતચીત શરૂ કરતાં પહેલા તેઓ પેંટાગોનમાં સેનાની સલામી માર્ચ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ત્યાર બાદ એન્ટની આલીંગ્ટન જશે અને વાયુસેના અને પેંટાગોનના સ્મારકોની પણ મુલાકાત લેશે.બુધવારે એન્ટની અમેરિકી વિદેશમંત્રી કોન્ડાલીસા રાઇસ...
 રાષ્ટ્રીય
નાગાલેન્ડમાં દળોનું કોમ્બીગ
વેબદુનિયા3 કલાક પહેલા
નાગાલેન્ડમાં કોહિમાના અરધુરા વિસ્તારમાં ગઇકાલે સુરક્ષા દળો દ્વારા હાથ ધરાયેલ કોમ્બીંગ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં હથિયારો તથા ગોળા બારૂદ ઝડપાયો હતો.આસામ રાયફલ્સ સુત્રોના જણાવ્યા અનુસાર નાગાલેન્ડ પોલીસ, નાગાલેન્ડ સશસ્ત્ર પોલીસ અને આસામ રાયફલ્સ દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભૂમિગત ઉગ્રવાદીઓની ધરપકડ કરવા અભિયાન હાથઆ કાર્યવાહી દરમિયાન સુરક્ષાદળોને બે ખાલી મકાનોમાં ઉગ્રવાદીઓ છુપાતા હોવાની બાતમી મળી હતી. આ મકાનમાં તપાસ કરાતાં એકે 47ના 122 જેટલા જીવતા કારતૂસ, બે પેકેટ વિસ્ફોટક પાવડર તથા ચીની...
બંધને કારણે કાશ્મીરમાં જનજીવન ખોરવાયું
સંદેશ15 કલાક પહેલા
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ની તારીખ નિર્ધારીત કરવા બાબતે ચૂંટણી પંચના પગલાં વિરુદ્ધ અલગતાવાદીઓએ બંધનું આહવાન આપતા કાશ્મીર ખીણમાં જનજીવન ખોરવાયું હતું. સુત્રોએ જણાવ્યું હતું કે દુકાનો, અન્ય વેપારી સંસ્થાઓ, શૈક્ષણિક તથા અર્ધસરકારી સંસ્થાઓ બંધ રહી હતી. જયારે સરકારી કાર્યાલયોમાં પણ ઘણી ઓછી હાજરી નોંધાઈ હતી.શ્રીનગર અને અન્ય સ્થાનોની સડકો પર વાહન વ્યવહાર નહિવત રહ્યો હતો. જયારે બેંકો અને અદાલતોના કામકાજ પર પણ અસર થઈ હતી. સુત્રોએ જણાવ્યું હતું કે કાશ્મીર ખીણમાં કોઈપણ અપ્રિય ઘટના બની હોવાના સમાચાર જણાયા...
પ.બંગાળનાં ચીફ જસ્ટીસ વિરૂધ્ધ મહાભિયોગ
વેબદુનિયા4 કલાક પહેલા
પશ્ચિમ બંગાળનાં ચીફ જસ્ટીસ સામે મહાભિયોગ ચલાવવામાં આવશે. તેમની પર આરોપ છે કે તેમણે સરકારી નાણાંને સરકારી ખાતામાં ટ્રાન્સફર કરવાની જગ્યાએ પોતાની ખાતામાં જમા કરાવ્યા હતાં.સ્વાતંત્ર્ય ભારતનાં ઈતિહાસમાં ક્યારેક જ બનતાં કિસ્સાની જેમ પશ્ચિમ બંગાળનાં ચીફ જસ્ટીસ સૌમિત્ર સેન વિરૂધ્ધ મહાભિયોગ ચલાવવામાં આવશે. આ અંગે સુપ્રિમ કોર્ટનાં ચીફ જસ્ટીસ કે.જી .બાલકૃષ્ણને વડાપ્રધાનને પત્ર લખીને જણાવ્યું છે. જેમાં જસ્ટીસ વિરૂધ્ધ સરકારી નાણાંનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.સૌમિત્ર સેનને સરકારનાં રૂ.32...
 વ્યાપાર
ભારતને સસ્તો ગેસ આપશે ઈરાન
વેબદુનિયા1 કલાક પહેલા
ઈરાને કહ્યું હતું કે ભારતને પાઈપલાઈન દ્વારા તુર્કમેનિસ્તાનથી મળનાર ગેસની તુલનામાં ત્રીજા ભાવે ગેસ આપી શકે છે. તુર્કમેનિસ્તાન દૌલતાબાદ ખનન ક્ષેત્રથી ભારતને 400 થી 450 ડોલર પ્રતિ હજાર ઘન મીટરનાં દરે ગેસ આપવા માંગે છે.ઉલ્લેખનીય છે કે તુર્કમેનિસ્તાન પાસે વિશ્વનો સૌથી વિશાળ ગેસનો ભંડાર છે. અને તે ભંડાર આગામી સેકડો વર્ષ સુધી ખુટે તેમ નથી. તે ગેસનાં ભંડારો પર યુરોપીયન દેશોની સાથે અમેરિકાની પણ નજર રહેલી છે. તે ઉપરાંત ઈરાન પાસે પણ ક્રુડ ગેસનો ભંડાર છે. વળી, ઈરાન થી ભારત વચ્ચે ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ શરૂ થવાનો...
સ્ટોક કૌભાંડ કેસમાં કેતન પારેખને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
સંદેશ14 કલાક પહેલા
નવી દિલ્હી તા. 8 સુપ્રીમ કોર્ટે કેનફિના મ્યુચુઅલ ફંડ કૌભાંડ કેસમાં સોમવારે કેતન પારેખ અને કેટલાક અન્ય લોકોને જામીન આપ્યા હતાં. પારેખને 1992માં થયેલા એક સ્ટોક સ્કેમમાં દોષી ઠેરવવામાં આવ્યા હતાં. આ કેનબેન્ક ફાઈનાન્સિયલ સર્વિસેસ સાથે જોડાયેલું 47 કરોડનું કૌભાંડ હતું.આ વર્ષે 1 એપ્રિલે મુંબઈની એક વિશેષ કોર્ટે આ કેસમાં કેતન પારેખ, હિતેન દલાલ અને અન્ય ચાર દોષીતોને 1-1 વર્ષની સજા ફટકારી હતી. સ્પેશલ કોર્ટે તેમને ગુન્હાઈત કાવતરુ રચવા તથા છેતરપિંડીની કેસમાં દોષી ઠેરવ્યા હતાં.આ નિર્ણય વિરૂદ્ધ પારેખ અને અન્યોએ...
બીપીઓની નિકાસમાં 21 ટકાનો વધારો
વેબદુનિયા4 કલાક પહેલા
ભારતમાં ત્રીજા પક્ષનાં બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સીંગ (બીપીઓ) સેવા નિકાસ 2007-08માં 21.4 ટકા સુધી વધીને 264.23 અબજ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જે અગાઉનાં નાણાંકીય વર્ષમાં 217.60 અબજ ડોલર હતી.બીપીઓ ક્ષેત્ર 21 ટકાનાં વિકાસ સાથે આવકમાં 6.6 અબજ ડોલરનો વધારો કર્યો છે. તેમાં 36.6 ટકાનો વધારો થયો છે. સાયબર મીડિયા ગ્રુપની ફ્લેકશીપ પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં 20 ટોચની બીપીઓ કંપનીઓ છે. જેનપક્ટ પ્રથમ નંબરની નિકાસ મહેસુલી કમાણી કરનાર છે. તેની મહેસુલી આવક 26.59 અબજ...
 રમત
સેરેના બની અમેરિકન ચેમ્પિયન
વેબદુનિયા5 કલાક પહેલા
અમેરિકન સ્ટાર સેરેના વિલિયમ્સે બીજી ક્રમાંકીત ખેલાડી જેલેના જેવકોવીક ઉપર સીધા સેટોમાં 6-4, 7-5થી જીત મેળવીને અમેરિકન ઓપન ટેનિસ એમ્પિયનશીપમાં મહિલાઓની સિંગલ્સ સ્પર્ધા જીતી લીધી હતી. આની સાથે જ સેરેના વિલિયમ્સે કારકિર્દીની 9મી ગ્રાન્ડસ્લેમ જીતી લીધી હતી.સેરેના વિલિયમ્સની રેન્કિંગમાં પણ આના લીઘે સુધારો થયો છે. ચોથી ક્રમાંકીત સેરેના વિલિયમ્સ અગાઉ વર્ષ 2002માં શરૂ થઇને 57 સપ્તાહ સુધી પ્રથમ ક્રમાંકીત ખેલાડી રહી હતી. મેચ જીતી લીધા બાદ સેરેનાએ કહ્યું હતું કે નંબર વન કરતાં યુએસ ઓપન જીતવામાં વધારે ખુશી છે.છ...
યુવરાજ અને ગાંગુલીને ઈરાની ટ્રોફીમાં પડતા મુકાયા
સંદેશ16 કલાક પહેલા
મુંબઈ તા. 8 રણજી ચેમ્પિયન દિલ્હી વિરૂદ્ધ ઈરાની ટ્રોફી મેચ માટે પસંદ કરવામાં આવેલી શેષ ભારતીય ક્રિકેટ ટીમમાં સૌરવ ગાંગુલી તથા યુવરાજ સિંહને સ્થાન આપવામાં આવ્યું નથી. 24 સપ્ટેમ્બરથી વડોદરામાં રમાનારી મેચ માટે અનિલ કુંબલે શેષ ભારતનાં કપ્તાન હશે.ભારતની એ ટીમ તરફથી ઓસ્ટ્રેલિયાની એ ટીમ વિરૂદ્ધ શાનદાર 94 રન ફટકારનારા મોહંમદ કેફને યુવરાજ સિંહ, રોહિત શર્મા અને એસ.બદ્રીનાથ કરતાં વધુ મહત્વ આપતા શેષ ભારતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય દિનેશ કાર્તિકને નજર બહાર કરીને પાર્થિવ પટેલને સ્થાન આપવામાં આવ્યું...
સેરેનાએ યુ.એસ. ઓપનનો ખિતાબ જીત્યો
સંદેશ18 કલાક પહેલા
ન્યૂયોર્ક તા. 8 અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે યેલેના યાંકોવિચને 6-4, 7-5 થી હરાવી અમેરિકી ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ પોતાને નામ કરી લીધો છે. આ તેની કારકિર્દીનો નવમો ગ્રાંડસ્લેમ છે અને તેની સાથે જ તે મહિલા ટેનિસમાં ટોચ પર પહોંચી ગઈ છે.સેરેનાએ ડબલ્યુટીએ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવી લીધુ છે. આ પહેલા તે ચોથા ક્રમે હતી. 2002ની શરૂઆતમાં 57 અઠવાડિયા સુધી તે પ્રથમ ક્રમે રહી હતી. સેરેનાએ આ પ્રસંગે કહ્યું હતું કે હું ખૂબ જ ખુશ છું. મેં નંબર વન બનવા વિશે વિચાર્યું પણ ન હતું. છ વર્ષમાં પ્રથમ...
 મનોરંજન
આશા ભોંસલે ૭૫ વર્ષના થયા
સંદેશ14 કલાક પહેલા
હિંદી ફિલ્મ જગતમાં લતા મંગેશકર સાથે તેમની નાની બહેન આશા ભોંસલે છેલ્લાં ૬૦ વર્ષથી પ્લેબેક સિંગર તરીકે પોતાનું સામ્રાજય ધરાવે છે. આશા ભોંસલેએ ૯૫૦ ફિલ્મોમાં ગાયુ છે અને આજે પણ તેની આ સફર બુલંદ અવાજ સાથે ફિલ્મ જગતમાં મજબૂત પકડ ધરાવે છે.૮ સપ્ટેમ્બર ૧૯૩૩માં જન્મેલી આશા ભોંસલેએ પોતાની ઓળખ મેળવી તે પહેલાં લાંબો સમય તે પોતાની બહેનની છાયામાં પ્રવૃત્ત રહી હતી. ૧૦ વર્ષની વયે આશાએ પોતાની રહી હતી. ૧૦ વર્ષની વયે આશાએ પોતાની બહેન લતા મંગેશકર સાથે પ્રથમ ગીત મરાઠી ફિલમ માટે ગાયુ હતું.આજે ૭૫ વર્ષે આશા ક્યાંય અટકી નથી,...
ટીવી ગાઈડ ( 7 સપ્ટેમ્બર )
ગુજરાતી યાહૂ1 દિવસ પહેલા
સવારે 8.00 રંગોલી,11.00 અર્થ મૈટર્સ,બપોરે 12.00 ફિલ્મ,3.00 રાજ,3.30 કિટી પાર્ટી,4.00 પ્રાદેશિક પ્રસારણ,રાત્રે 8.00 દ ન્યૂજ,8.15 સમાચાર,8.30 ઘર કા ચિરાગ,9.00 બિખરી આસ નિખરી પ્રીત,9.30 કોઈ તો હોગા અપના,10.00 સિને સતરંગી.સવારે 9.00 ફિલ્મ- હર-હર મહાદેવ,બપોરે 12.30 ફિલ્મ- સૌદાગર,સાંજે 4.30 ફિલ્મ- આખિરી રાસ્તા,રાત્રે 8.30 ફિલ્મ- મિ. ઇંડિયા.સવારે 10.00 ફિલ્મ- એયર બડ 3, બપોરે 12.30 ફિલ્મ- મોસ્ટ વર્ટિકલ પ્રાઇમેટ,સાંજે 7.00 મેરી ભૈંસ કો અંડા ક્યૂઁ મારા,રાત્રે 8.00 ફિલ્મ-ઔર પ્યાર હો ગયા.સવારે 10.00 ફિલ્મ- જજંતરમ...
મંજરી પણ બનવા માંગે છે રાણી લક્ષ્મીબાઈ
વેબદુનિયા3 દિવસ પહેલા
જાને તૂ..યા જાને ના' દ્વારા ચર્ચામાં આવેલી મંજરી ફડનીસનીને ઝાંસીની રાણીનુ પાત્ર ભજવવાની ઈચ્છા છે. આ ઇચ્છા તેના દિલમાં લાંબા સમયથી છે.આ અંગે તે કહે છે કે, રાણી લક્ષ્મીબાઇ મારા માટે એક આદર્શ મહિલા છે. હું તેમની વાર્તાઓ સાંભળીને મોટી થઈ છુ અને તેમની એ વાર્તાઓએ મારા પર ઊંડી અસર નાખી છે.રાણી લક્ષ્મીબાઈનુ પાત્ર એશ્વર્યા પણ ભજવવા માંગતી હતી, પરંતુ તેમને લઈને ફિલ્મ બનાવનારા કેતન મહેતાએ ફિલ્મ પડતી મૂકી હોય તેવું લાગે છે. હાલ, સુષ્મિતા સેન આ અંગે એક ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી છે.મંજરી હાલ એક તેલુગૂ ફિલ્મ...
 અન્ય
શિક્ષણ : આપણી સહિયારી ફરજ આપણી સામાજીક જવાબદારી
સંદેશ1 દિવસ પહેલા
આગામી ૮મી સપ્ટેબર સમગ્ર વિશ્વમાં સાક્ષરતા દિન તરીકે ઉજવાશે. આ દિવસે વિશ્વના અનેક દેશોમાં સરકારી અને બિનસરકારી સંગઠનો દ્વારા અભણ લોકો માટે શિક્ષણ આપવાના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવે છે. જેમાં લોકોની સહભાગીદારી કરવામાં આવતી હોય છે. આ દિવસે જે લોકો અક્ષર જ્ઞાનથી વંચિત રહી ગયા હોય તેમને શોધી કાઢી તેવા લોકોને ભણાવવા માટેનો એકશન પ્લાન ઘડવામાં આવે છે. તેમાં ખાસ કરીને પ્રૌઢો, મહિલાઓ અને બાળકોને શિક્ષણ આપવા માટેના કાર્યક્રમો નક્કી કરવામાં આવે છે.ભારતમાં પ્રાચીન સમયથી એટલે કે રામાયણ અને મહાભારતના સમયથી જ્ઞાન...
હવે ફાર્મા સેક્ટરમાં કરિયરની શરૃઆત કરો
સંદેશ1 દિવસ પહેલા
આપણી રોજિંદી જિંદગીમાં દર્દ અને દર્દીઓની વધતી સંખ્યાઓને લક્ષમાં લેતાં ફાર્માસિસ્ટની ભૂમિકા અને તેની માગ વધી છે. કારણ કે દવાઓના સંશોધન અને ઉત્પાદનમાં તેમને સતત કાર્યરત રહેવું પડે છે. તેઓ માનવ સમાજને બીમારીઓથી દૂર રાખવા મદદ કરે છે, તેમને તંદુરસ્ત રાખે છે અને નવું જીવન આપવા મદદ કરે છે. તેનું મહત્ત્વ અને સામાજિક જવાબદારી જોતાં કરિયરનાં વિકલ્પે આ ક્ષેત્ર હવે પસંદગીમાં અગ્રસ્થાને રહેવા પામ્યું છે.ભારતમાં વધી રહેલી વસ્તી, ગરીબી, સામાજિક અસમતુલા, આર્િથક અસમાનતા વગેરેના કારણે લોકો શારીરિકની સાથે સાથે માનસિક...
ફોટો ફાઈલ
સંદેશ1 દિવસ પહેલા
આજકાલ કોમ્પ્યુટરનો ઉપયોગ વધતાં તેની અનિવાર્યતા વધી ગઈ છે. સાથે સાથે તેના ફાયદાઓનો લાભ આપણને મળતો રહ્યો છે. તેમાં ફાઈલ ફોટો અગત્યનો છે. ડિજિટલ ફોટોગ્રાફીઃ- ડિજિટલ ફોટોગ્રાફીમાં સારા ચિત્રો મેળવવા માટે મેગાપિકસેલની સાથે સાથે તમે કઈ ફોર્મેટ ઉપયોગ કરી રહ્યા છે તેના પર નિર્ભર કરે છે. જુદાં જુદાં પ્રકારના ફાઇલ ફોર્મેટો જુદી જુદી વખતે ઉપયોગમાં લેવાના હોવાથી તેની જાણકારી મેળવવી જોઈએ.(જોઇન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રૂપ) સ્ટિલ ઇમેજને ક્રંપેસ કરવા માટેનું સ્ટાન્ડર્ડ આઇ.એચ.ઓ./આઇ.ટી.યુ. ફોર્મેટ સૌથી લોકપ્રિય છે.